આમારા નજીકથી પવનચક્કીના અડધા લાખના કેબલની ચોરી


નખત્રાણા તાલુકાના આમારા ગામ નજીક આવેલા આઈનોક્સ વિન્ડ ફાર્મના સ્ટોરમાંથી કોપરના વાયરની અડધા લાખની તસ્કરી થતા નખત્રાણા પોલીસ સ્ટેશને સિક્યુરિટી સર્વિસના કર્મચારી એ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સુત્રોદ્વારા પ્રાપ્ત માહિત અનુસાર, નખત્રાણા તાલુકાના અમારા ગામે આઈનોક્સ વિન્ડ ફાર્મ એનર્જીના ખુલ્લા સ્ટોરમાં 100 મીટર કોપરનો કેબલ (કિંમત રૂપિયા 45000) ની ચોરી 17-9 થી 19-9 દરમિયાન કોઇ અજાણ્યા શખ્સ કરી જતા આર્મસ સિક્યુરિટી સર્વિસ રાજકોટના અને હાલે અંજાર પાસે રહેતા ધીરુભાઈ ગીરુભા ભુરુભા જાડેજાએ નખત્રાણા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાયો હતો.