માનસિક બીમારીના ત્રાસથી ભુજના યુવાને કર્યો આપઘાત


ભુજ શહેરના સરપટ નાકા વિસ્તારમાં આવેલા આશાપુરાનગરમાં રહેતો એક યુવાન બીમારીના ત્રાસ થી વહેલી સવારે ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા સૂત્રોદ્વારા મળતી માહિતી અનુસાર આશાપુરાનગરમાં રહેતા પરબત ભાઈ શિવજીભાઇ મહેશ્વરી (ઉંમર વર્ષ 42) પોતાના ઘરના આંગણામાં આવેલી આડીમાં દોરડો બાંધી ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. વહેલી પરોઢે બનેલા બનાવ બાદ હતભાગીની પત્નીએ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. હતભાગી માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. આપઘાત કરી લેતા પરીનારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.