સાતડા ગામે વીજશોક લાગતા પરિણીતાનું મોત

રાજકોટ: કુવાડવા નજીકના સાતડા ગામે રહેતી મહિલા ગામની સીમમાં વાડીમાં હતી ત્યારે તેને વીજ શોક લાગતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હત. ફરજ પરના તબીબે તેમને મૃત સાબિત કર્યા હતાં.

રાજકોટ તાલુકાના સાતડા ગામમાં રહેતી શીતલબેન મુકેશભાઈ સદાડીયા (ઉ.વ.25) નામની મહિલા રવિવારે સાંજના 5 વાગ્યા અરસામાં સાતડા ગામથી દૂર 20 કિ.મી. દૂર ખેતમજૂરીનું કામ કરી રહી હતી દરમિયાન તેને વીજ શોક લાગતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.  ફરજ પરના તબીબે તેમને મૃત સાબિત કરી દીધી હતી.