રણછોડનગરમાં પટેલ કારખાનેદાર બંધુ પર 4 ઇસમોનો પાઈપ વડે કરાયો હુમલો

રાજકોટ: શહેરના રણછોડનગરમાં રાત્રિનાં પાડોશમાં રહેતા કારખાનેદાર પટેલ બંધુ પર કારમાં ચાર ઇસમોએ પાઈપ થી હુમલો કર્યો હતો. ઇસમો શેરીમાં કાર લઇ નીકળતાં અન્ય 1 બાઈક ચાલક સાથે મથામણ થઇ હોય પટેલ બંધુ સમજાવવા જતાં તેમના પર હુમલો કરાયો  આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કુવાડવા રોડ પર રણછોડનગર-24માં રહેતા ચિંતન પરેશભાઈ લુણાગરીયા (ઉ.23) નામના પટેલ કારખાનેદાર યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રોનક રૈયાણી તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાત્રિનાં રોનક રૈયાણી શેરીમાં ગાળાગાળી કરી રહ્યો હોય તેને સમજાવવા જતાં રોનક રૈયાણીએ ફરિયાદીને પણ ગાળો આપી હતી તેમજ ફરિયાદીની પાડોશમાં રહેતા તેમના કૌટુંબીક ભાઈ મહેશભાઈ લુણાગરીયા સમજાવવા જતા તેમને માથામાં લોખંડનો પાઈપ માર્યો હતો તેમજ સાથેના ઇસમોએ છરી કાઢી સોસાયટીનાં લોકોને ડરાવવાની કોશિષ કરી હતી તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ સોસાયટીના રહીશો સાથે ઝપાઝપી કરી ઢોર માર માર્યો હતો. વધુમાંજાણવા પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર રોનક રૈયાણી અને તેની સાથેના અજાણ્યા શખ્સો શેરીમાંથી કાર લઇ નીકળ્યા હોય કોઇ બાઈક ચાલક સાથે માથાકૂટ થઇ હતી. ઘટના અંગે બી ડીવીઝન પોલીસે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. વધુ કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ વી.કે. સોલંકી ચલાવી રહ્યાં છે.