મુંબઇથી વતન પરત ફરેલા 3 જણાઓ દરીયામાં ડુબ્યા : 1નું મોત,બેને બચાવાયા


ભાવનગર: ભાવનગરના તળાજા ના કેરાળા ગામના ભાલિયા પરિવાર ના સભ્યો ઝાંઝમેર મધુવન પાસે આવેલ બીચ પર દરિયાના પાણીમાં ન્હાવા પડેલા. જેમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા. બંને ને તળાજા ટ્રસ્ટ ની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. એક કિશોર મોત ને શરણ થયો હતો.
અરેરાટી ઉપજાવતા અને દરિયાના પાણી માં નહાવા સમયે સાવચેતી રાખવાની શીખ આપતા બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ થી લોકડાઉન ના કારણે તળાજાના કેરાળા ગામે આવેલ ભાલિયા પરિવાર ના સભ્યો મધુવન ઝાંઝમેર નજીક આવેલ રમણીય દરિયાના બીચપર ન્હાવા ગયા હતા. જોકે તેઓને સારવાર ની જરૂર હોય તાત્કાલિક અહીંની સદવિચાર હોસ્પિટલ ખાતે લઈ આવેલ હતા.
હોસ્પિટલ ના ડો.છોટાળા એ જણાવ્યું હતુંકે પોતાની હોસ્પિટલ માં બે દર્દી સારવાર માટે આવેલ. ત્રીજો વ્યક્તિ દેવાંગ અનિલભાઈ ભાલિયા ઉ.વ.13 ની મરણ ગયેલ હોય પી.એમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવેલ હતા.