અમરેલીમાં ખનીજ થતી ચોરી પકડાઈ:વાહનો કબ્જે કરાયા


અમરેલી: અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી બી.એમ. જાલોધરાની સૂચનાથી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરાઇ રહી છે. ત્યારે રોયલ્ટી ઈન્સ્પેકટર રોહિતસિંહ જાદવ તથા તેમની ટીમ દ્વારા અમરેલી તાલુકામાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાંથી પ ટ્રેકટરો તથા 1 ડમ્પર પકડી રૂા. 3પ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરાઇ રહેલ છે.