ધોરાજી વિસ્તારમાં રિક્ષામાંથી દેશી શરાબનો જથ્થો પકડાયો : 2 ઇસમોની અટક

ધોરાજી વિસ્તારમાં રિક્ષામાંથી દેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડી બે ઇસમોની અટક કરી મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પો.ઇન્સ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો. કોન્સ. પ્રદીપસિંહ ચુડાસમાને મળેલ હકીકતના પગલે કેફિપ્રવાહી દેશી દારુ લીટર 150 કિ.3000 પીયાગો રીક્ષામાંથી પકડી પાડી 63 હજારનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ કામગીરી માટે એચ.એ જાડેજા, ચંદ્રસિંહ વસૈયા, અનિરુધ્ધસિંહ ઝાલા, સહદેવસિંહ ચૌહાણ,પ્રદીપસિંહ ચુડાસમાએ કરી હતી.