ઉપલેટામાં કાર ચાલકે ટક્કર મારતા બાળક ઘાયલ


ઉપલેટા ખાતે કચરા ડાયા ચોક પાસે કોઇ અજાણ્યા કાર ચાલકે ચાલ્યા જતા બાળકને હડફેટે લેતા પગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડેલ છે. આ અંગેની માહિતી એવા પ્રકારની છે કે ઉપલેટાના પટેલ દિનેશભાઇ સવજીભાઇ ગરાળા તેમના ભાઇનો પુત્ર ને ઇજા થયેલ છે.સ આ અંગે ઉપલેટા પોલીસે અજાણ્યા કાર ચાકલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી પો.જ. ગોવિંદભાઇ વાધમસીએ હાથ ધરેલ છે.