રાજકોટમાં ૪૧ લોકોને કોરોના, કુલ કેસ ૫૧૭૦ પર પહોંચ્યા

રાજકોટ સમગ્ર દેશમાં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કુલ કેસ ૫૧૭૦ થયા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૪૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૧૭૦ પોઝીટીવ કેસ આવી ચુકયા છે. ગઇકાલે કુલ ૪૫૪૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૮ ટકા થયો હતો. જયારે ૧૦૩ દર્દીઓને સાજા થયા હતા. છેલ્લા છ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૭૫,૨૬૯ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં ગઇકાલની સ્થિતિએ શિવમનગર-કાલાવડ રોડ, વૈશાલી નગર-રૈયા રોડ, પૂજારા પ્લોટ-ભકિત નગર સર્કલ, મીલપરા, ગાયકવાડી – જંકશન પ્લોટ, ધર્મ જીવન સોસાયટી- ચિત્ર કૂટ ધામ, પટેલ પાર્ક- પેડક રોડ, લક્ષ્‍મીવાડી-ભકિત નગર, રામનગર- ગોંડલ રોડ, ક્રિષ્ના નગર-મવડી પ્લોટ સહિતના વિસ્તારોમાં ૭૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૨૧ હજાર ઘરોનો સર્વે : માત્ર ૨ લોકોને તાવનાં લક્ષણો શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જ્યારે ધરમનગર-૪, શિવપાર્ક-૨, ડ્રીમ સીટી, બંસી પાર્ક, કીટીપરા કવાટર્સ, સ્લમ હુડકો, રેફયુજી કોલોની, માયાણી, ગુરૂ પ્રસાદ ચોક સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૮૭૩ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.