કામરેજમાં તસ્કરી કરતાં ઝડપાયેલા શખ્સોના ગળામાં બ્લેડ મારી આપઘાત


સુરત જિલ્લાના કામરેજના કઠોર ગામ નજીક ચોરી કરતાં ઝડપાયેલ એક યુવાનને હોમગાર્ડ પોલીસ ચોકી લઈ જઇ રહ્યો હતો ત્યારે યુવકે પોતાના ગળામાં બ્લેડ મારી દેતાં ઘાયલ થયો હતો તેનું સ્થળ પર મોત થયું હતું, કામરેજ પોલીસે અકસ્માત મોતનો ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે લેન ફળિયામાં અને હાલ સુરતના ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસમાં રહેતો યુસુદ આરીફ મેમણ (ઉ.વર્ષ 18) ને.હા. 48 ઉપર ભારત પેટ્રોલિયમ પાસે પિયાગો રિક્ષા (નંબર જીજે 06 એવી 1134)ના ચાલક નામે યાસીન અબ્દુલ શકુર વ્હોરાનું ખિસ્સું કાપી રહ્યો હતો. તે સમયે યાસીન જાગી જતાં તેણે નજીકથી પસાર થતાં હોમગાર્ડને જાણ કરી હતી. ગંભીર ઇજા થતાં યુવકનું સ્થળ પર જ મોત નીપજયું હતું. હાલમાં પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ મૃતકની માતાએ પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. ભેસ્તાન આવાસમાં રહેતા કેટલાક ઇસમો સાથે થોડા દિવસ પહેલા ઝઘડો થયો હતો. જેમાં તેમણે યુસુફની હત્યા કરવાની ધમકી આપી હતી.