જામનગરમાં સમર્પણ સર્કલ પાસે ટ્રેન ટક્કર મારતા આધેડનું મોત


જામનગરમાં સમર્પણ સર્કલ પાસેના રેલ્વેટ્રેક પર પસાર થતી ૧ ટ્રેન ટક્કર મારતા આધેડ નો મોત થયો હતો. જામનગરમાં આજે વહેલી સવારે ટ્રેન ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજયું હોવાનું બહાર આવ્યું છે. જેની માહિતી અનુસાર શહેરના સમર્પણ સર્કલ પાસેના રેલ્વે ટ્રેક પર પસાર થતી માલગાડી અડફેટે ચડી ગયેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.