ભાણવડના વનાવડ ગામમાં જુગઠું રમતા છ ખેલીઓ પકડાયા


મળતી માહિતી મુજબ ભાણવડથી અંદાજે ૧૮ કિ.મી દૂર વાનાવડ ગામમાં રહેતા સંજય જયંતીભાઈ દેત્રોજા નામના 40 વર્ષીય પટેલ યુવક દ્વારા પોતાના કબજા ભોગવટાના મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે છાપો માર્યો હતો. આ સ્થળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા લખમણ દુદાભાઈ રાવલીયા, પ્રફુલ ઉર્ફે હકાભાઇ ડાયાભાઇ આરડેસણા , દીપેન રમેશભાઈ જાવિયા, પ્રવીણ બાવનજીભાઈ વાઘડિયા અને જમનભાઈ અમરશીભાઈ કણસાગરા નામના છ ઇસમોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ ઇસમો પાસેથી પોલીસે રૂપિયા 56,890 રોકડા તથા રૂપિયા 2500 ની કિંમતના ૩ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 59,390 નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ જરૂરી તપાસ કરી હતી.