ભગવતીપરામાં મંદિરની અંદર દાનપેટીમાંથી કરાઇ રોકડની ચોરી

ભગવતીપરા પુલ નીચે આવેલા મંદિરની અંદર પડેલી દાનપેટીમાંથી ચોરી થતાં બી ડિવિઝન.પોલીસે કાર્યવાહી આદરી હતી દાન પેટીમાંથી આશરે રૂા.7 થી 8 હજારની તસ્કરી થઈ હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભગવતીપરા પુલ નીચે ઉગતા પોરની મેલડી માતાજીનાં મંદિરમાં પડેલી દાનપેટીમાંથી તસ્કરી થયાની ખબર મળતા  બી ડીવી.પોલીસ મથકનો ડી’સ્ટાફ પીએસઆઈ એમ.એફ.ડામોર, એએસઆઈ વીરમભાઈ ધગલ, અજયભાઈ બસીયા સહીતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે સવારે ભકત ધીરૂભાઈ મકવાણા સવારે દર્શન માટે આવ્યા ત્યારે મંદિરના દરવાજાનાં તાળા તુટેલા હતા અને દાનપેટીમાં પણ તોડફોડ થઈ હતી. આ અંગે રસ્તા પરનાં સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ હાથ ધરી હતી. મંદિરની દાનપેટીમાંથી તસ્કરીની ઘટના બનતા શ્રધ્ધાળુઓમાં રોષની લાગણી ફલાઈ ગઈ હતી.