અંજારમાં લૂંટ -મારીમારીનો 3 વર્ષથી નાસ્તો-ફરતો શખ્સ પકડાયો


(ગાંધીધામ) અંજારમાં લૂંટ અને મારામારીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા-ફરતા શખ્સને SOG અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડ્યો. અંજારમાં રોટરી નગરમાં રહેનાર પ્રેમજી ઉર્ફે ટાઈગર હીરજી ભીલ નામના ઇસમે વર્ષ 2018માં લૂંટ અને મારામારીના બનાવને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપીને ભાગી છૂટયો હતો છેલ્લા 3 વર્ષથી નાસતો ફરતો હતો. દરમ્યાન SOG અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સંયુકત રીતે આ શખ્સને શાંતિધામ-4 ગળપાદરમાંથી પકડી પાડયો હતો. અને અંજાર સુપ્રત કરાયો હતો.