પત્ની પાસેથી બીજો એક વધારાનો મોબાઇલ નીકળતા ઝુરાના યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું


(ભુજ) પત્ની પાસેથી વધારાનો મોબાઇલ ફોન મળી આવ્યા બાદ ઉદ્ભવેલા કૌટુંબિક સંજોગો વચ્ચે સાસરિયા પક્ષના સભ્યો આવીને પત્નીને લઇ જતા તાલુકાના ઝુરા ગામે 26 વર્ષની વયના ચંદુલાલ નરશી જોગીએ ગળેફાંસો ખાઇને મોત વહાલું કરી લીધું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ પાવરપટ્ટી વિસ્તારના ઝુરા ગામે મોરાવાસમાં રહેતો ચંદુલાલ જોગી આજે સવારે તેના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતો મળી આવ્યો હતો. આજે સવારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ બનાવ વિશે ગામના મેઘજી જખુ માતંગે જાણ કરતાં ભુજ એ. ડિવિઝન પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ કરી હતી પોલીસ સમક્ષ લખાવાયેલી વિગતો અનુસાર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેનારા ચંદુલાલની પત્ની શારદા પાસેથી વધારાનો મોબાઇલ ફોન મળી આવતાં ચંદુલાલે આ વિશે તેના સાસરીયે જાણ કરી હતી. ફોજદાર આર. કે. પરમારે કેસની તપાસ હાથ ધરી છે.