તનાલમાં ખાનગી બસે ટક્કર મારતા આધેડનું મોત નીપજયું

(ગાંધીધામ) પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતની બનતી  2 ઘટનામાં વૃધ્ધ અને યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અંજાર તાલુકાના રતનાલમાં લકઝરી બસ હડફેટે 70 વર્ષીય જખરાભાઈ હીરાભાઈ માતાનું મોત નીપજયું હતું. જયારે ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ભારે વાહન હડફેટે બાઈકચાલક યુવાન જેમંત પુજારીનું ગંભીર ઈજાઓ થતાં તત્કાળ મોત નીપજયું હતું. પોલીસ સૂત્રો દ્વારા પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રતનાલમાં રેલવે ફાટક પાસે અકસ્માતનો આ બનાવ ગત  બપોરના 3.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જી.જે. 03.બી.ડબલ્યુ. સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ’ માર્ગ અકસ્માતનો આ બનાવ રાજક્રિપાલ કંપની પાસે ગત તા. 20ના સવારના 8 વાગ્યાના અરસામાં બન્યો હતો.ફરિયાદી ખુશીરામ છત્રિયા અને હતભાગી યુવાન મીઠીરોહર પાસે ગાંધીધામ તરફ આવતા હતાં. આ દરમ્યાન આર.જે.23.ઈ.એ 0326 નંબરના હાઈડ્રો ક્રેનના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી. પાછળ સવાર ફરિયાદી રોડમાં ફંગોળાયો હતો. જયારે ચાલકનું માથું ક્રેન નીચે ચગદાઈ ગયું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.