રાપરમાં રોકડની તસ્કરી કરનાર આરોપી ઝડપાયો


(ગાંધીધામ) રાપરમાં એક આધેડ પાસેથી રોકડા રૂા. 32,000ની ચોરી કરનારા શખ્સને પોલીસે પકડી પાડયો હતો.ગેડીના બાબુ લખમણ સુથાર નામના વૃદ્ધ રાપરમાં ખરીદી કરવા આવ્યા હતા. તે દુકાનમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે 1 ઇસમે તેમનાં ખિસ્સામાંથી રોકડ રૂપિયાની તસ્કરી કરી હતી. લોકો સાથે આ ઇસમની ઝપાઝપી થયા પછી તે ભાગી ગયો હતો. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી મૂળ ખેડાના ગંધર્ભસિંહ ઉર્ફે બનાસપાલ મજલુસિંહ ચૌહાણ નામના ઈસમને ઝડપી પાડયો હતો. તેની સાથે અન્ય કોણ કોણ છે તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.