ધામડોદમાં અજાણ્યા વાહને ટક્કર મારતા એક મહિલાનું થયું મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં રસ્તો ક્રોસ કરી રહેલ અજાણી મહિલાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં ને.હા.નં-48 પર અમદાવાદથી મુંબઈ જતાં રોડ ઉપર એક 35 થી 40 વર્ષીય અજાણી મહિલા રસ્તો ક્રોસ કરી રહી હતી તે સમયે પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યા વાહન ચાલકે આ મહિલાને અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નીપજયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી મહિલાના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.