ભગવતિપરામાંથી જુગાર રમતા ૧૫ ઇસમોની અટક

શહેરના ભગવતિપરામાં હારૂન કાસમભાઇ સોરાના મકાનમાં ચાલતી જુગાર પર ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારી જુગાર રમતા ૧પ ઈસમોને પકડી જુગાર પટમાંથી રૂ ૭૭ હજારની રોકડ જપ્ત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભગવતીપરા મેઇન રોડ પર આવેલા જયપ્રકારનગર શેરી નં.૧૩/૮ માં રહેતા હારુન કાસમભાઇ સોરા નામનો ઈસમ તેના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મોહસીનખાન મલેક અને કોન્સ્ટેબલ મહેશભાઇ મેઢને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો. પોલીસે મકાન માલીક હારુન ઉપરાંત કાલાવડના ગૌતમ કાનજી સાગઠીયારાજકોટના દિનેશ સુરેશભાઇ બગડા, નાનામૌવાના રમઝાન હસનભાઇ ઠેબા, હીરેનભાઇ સોલંકી, કિશોર મેધુમલ ટીબવાણી કાલાવડના ઇમરાન સુલેમાનભાઇ બાનાણી, ભગવતિપરાના જમાલ કાસમભાઇ અભેસોરા, જામકંડોરણાના વિનોદ પરબતભાઇ મહિડા, કોન્સ્ટેબલ મહેશભાઇ મેઢ, કાલાવડના મુકેશ રામજીભાઇ મુછડીયા, દુદા કુંભાભાઇ સોદરવા, , હારુન જુસબભાઇ મેમણ, કાલાવડના રાજેશ પાલાભાઇ ચંદ્રપાલા, રમેશ બાબુભાઇ શુકલ અને બોદુ હસમનભાઇ થુરીકારનામના શખ્સોને પી.એસ. આઇ.એસ.બી. સાખરા, રૈયા ચોકડીના રઝાક સામસુદ્દીન એરવાણી,  હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, મોહસીનભાઇ મલેકા, દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, અને યોગીરાજસિંહ જાડેજા સહીતના સ્ટાફે ઝડપી જુગારના પટમાંથી રૂ. ૭૭ હજારની રોકડ કબ્જે કરી છે.