મેંદરડા-સાસણ માર્ગ પર બોલેરો ટક્કર મારતા પત્નીની નજર સામે પતિનું મોત


મેંદરડા-સાસણ રોડ પર બોલેરોના ચાલકે બાઇકને ટક્કર મારતા પત્નીની નજર સામે જ પતિનું થયું મોત અકસ્માત સર્જીને બોલેરો ચાલક ભાગી છુટયો હતો.મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલાલાના આંકોલવાડી ગામના નીતાબેન દીપકભાઇ હરણેસાએ નોંધાવેલી ફરીયાદમાં પોતે અને તેના પતિ દીપકભાઇ બાઇકમાં જુનાગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે મેંદરડા નજીક અન્નપૂર્ણા હોટલ નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ બોલેરો નં. જીજે 11વીવી 0131ના ચાલકે બાઇકને હડફેટે લઇ લેતા મોટર સાયકલ ચાલક દીપકભાઇ વ્રજલાલના માથામાં, કપાળમાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નોંધાયુ હતું. 108માં મેંદરડા દવાખાને લઇ જવામાં આવતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા આ અંગેની ફરીયાદ મૃતકના પત્ની નીનાબેન બોલેરો ચાલક સામે નોંધાવતા નાશી છુટેલા બોલેરો ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.