ભુજમાં મોબાઇલની દુકાનમાં મોબાઇલની ચોરી કરનાર ઈસમ પકડાયો

ભુજ શહેરના વાણિયાવાડ વિસ્તારના જનતાઘર પાસે કંગ મોબાઇલ નામની દુકાનમાંથી મોબાઇલની ચોરી કરનાર માધાપરના શખ્સને મુદામાલ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપીને ચોરીનો રહસ્ય ઉકેલ્યો હતો. સર્વેલેન્સ સ્ટાફે માધાપર મતીયા કોલોનીમાં વસતા દિનેશ દામજી મહેશ્વરી (ઉ.વ.25)ને ભુજમાં ભીડ નાકા બહાર ચોરાયેલો મોબાઇલ વેચે તે પહેલા ઝડપી પાડ્યો હતો. ગુનેગાર ની પુછપરછ માં તેણે મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ચોરાયેલા મ કિંમત રૂપિયા 17,990નો કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.