ભુજમાં ધાણીપાસાનો ખેલ ખેલતા ચાર ખેલીઓ પકડાયા


ભુજના ભીડનાકા બહાર ખુલ્લેઆમ ધાણી પાસાનો જુગાર રમતા ચાર આરોપીઓ 11,920ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ભીડનાકા પાસે આવેલ ડાયમિંડ ગેસ્ટહાઉસ પાછળ આવેલ ગલીમાં ઓટલા પાસે ધાણીપાસાનો જુગાર ઉમર અબ્દુલ હિંગોરજા, રહે-મહેદી કોલોની અને ભીમજી મનજી બુચીયા, સુલેમાન સાલે શેખ અને ભીલાલ ઇશાક સમા પકડાઈ ગયા હતાં.