મહિલાઓ સાથેના ગુના દિનપ્રતિદિન વધતાં જાય છે ત્યારે યુપીની જેમ ગુજરાતમાં પણ ઓપરેશન દુરાચારીની ખાસ જરૂર વર્તાય છે. તો વધુ જાણો વિગત…

ગુજરાતમાં છેલ્લાં 2 વર્ષમાં દુષ્કર્મ-છેડતીની 4 હજારથી વધારે ઘટના, મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસો હજી સરકારી ચોપડામાં જ છે.મહિલાઓ વિરુદ્ધ અપરાધોના કેસોની સંખ્યા ઉત્તરપ્રદેશ કરતાં ગુજરાતમાં ભલે ઓછી હોય તેમ છતા રાજ્યમાં આ પ્રકારના ગુનાઓની સંખ્યા કાઇ નાનીસુની નથી. ગુજરાત સરકારના (SCRB) ના મત પ્રમાણે ઘણા ચોકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં 2014થી લઈને અત્યારસુધીમાં મહિલાઓની જાતિયસતામણીની દર વર્ષે સરેરાશ 1400 ઘટના નોંધાય છે. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના ગુના વધીને 4 હજારથી વધુ બનાવો બની ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટના નોંધાય છે. આવા અપરાધીઓને મહિલા પોલીસકર્મી એવો પાઠ ભણાવે કે જેથી કરીને તેઓ મહિલાઓ સાથે અપરાધ કરતા કાંપી જાય.

પૂર્વે માર્ચમાં 2020 ગુજરાતમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, પાછલા બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટના થઈ હતી, જેમાંથી 41 સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે મત મુજબ આંકડા, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 પાર પહોચી છે, જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિંગ કેસોની સંખ્યા 6,947 છે. એવામાં મહિલઓને સતાવનારા અસમાજિક તત્વો સામે ગુજરાત સરકાર પણ યુપી સરકારની જેમ કડક પગલાં ભરે તેવી આશા રખાય છે.