રાજ્ય સરકારે સ્કૂલોની ફી માટે 25 ટકા ની રાહત આપે એવી શકયતા , વાલી મંડળ અને શિક્ષણમંત્રી સાથે બેઠક યોજી મોટું નિવેદન આપ્યું

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ ફીનો મુદ્દા ઉછડ્યો હતો . પરંતુ આજે શુક્રવારના રોજ વાલીમંડળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વચ્ચે બેઠક મળી હતી. જેમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફ કરવા સહમત થયા હોવાનો વાલીમંડળે નિશ્ચિત કર્યો છે.

શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક પૂર્ણ થતાં વાલી મંડળે હકારાત્મક બેઠક હોવાનું કહ્યું કે હાલ સરકાર 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાની વાત

ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વાલીમંડળ વચ્ચે થયેલ બેઠક હકારાત્મક રહી હોવાનું વાલી મંડળ દ્વારા જણાવામાં આવ્યું છે. હાલ સરકાર 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે વાલી મંડળ અને સરકાર વચ્ચે મંગળવારે ફરી બેઠક યોજાશે.

વાલીમંડળ અને શિક્ષણમંત્રીની આજે મળેલી બેઠકમાં શાળા સંચાલકો 25 ટકા ફી માફી આપવા તૈયાર હોવાના દાવો કરવામાં આવ્યો છે. જો કે વાલીમંડળો દ્વારા 50 ટકા ફી માફીની માગ કરવામાં આવી છે. આ માટે કેટલી છૂટ મળશે તે જોવાનું રહ્યું જો કે આ અંગે પૂર્ણ ચોખવટ ન આપતા પુનઃ એકવખત બેઠક યોજી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે