પડતર પ્રશ્નો બાબતે કચ્છ ના 407 જેટલા તલાટીઓ બન્યા આંદોલનકારી


કચ્છના પંચાયત તલાટી સહમંત્રીઓએ વર્ષો જૂના પ્રશ્ને તંત્ર સામે લડત આદરી છે, જેના ભાગરૂપે શુક્રવારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ ન થાય અને સામાજિક અંતર જળવાય તે માટે 407 તલાટીઓ કામ બંધ રાખી પોતાના હેડકવાર્ટર પર અહિંસક દેખાવો કરશે. જિલ્લાના તલાટી સહમંત્રીઓએ તંત્ર સામે લડતના શરૂ કરી છે.જેમાં કાળી પટ્ટી પહેરી ફરજ બજાવવી, કામથી અડગા રહેવું જેવા બે દિવસીય કાર્યક્રમો બાદકોઈ રસ્તો ન સૂઝતા આખરે આજે શુક્રવારે તાલુકા તલાટી મંડળના કહેવા પ્રમાણે એક દિવસ માટે માસ C.L મુકી કામથી અડગા રહેશે. વધુમા જાહેરનામાનો ભંગ ન ટીએચએવીએ તે માટે તમામ તલાટી પોતાના હેડક્વાર્ટર પર પ્રદર્શન કરશે.
રવિવારે જિલ્લા તલાટી મંડળની મળનારી બેઠકમાં નવા કાર્યક્રમોની રણનીતિ ઘડાશે એમ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગિરિ એમ. ગોસ્વામી, મંત્રી વિનોદ ડી. સોલંકીએ જણાવ્યું હતું. ગુરુવારે તલાટીઓએ પેનડાઉન કાર્યક્રમ સાથે વર્ષો જૂની માગ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી. ગુરુવારે લખપત તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં તાલુકા તલાટી મંડળ પ્રમુખ તરૂણ જોષી, , સુભાષ ડામોર, સુનીલ વોરાભાણજી સોઢા, ઝલકબેન વ્યાસ, પી.ડી. ડાંગર, ભાણજી સોઢાવર્ષાબેન ગોહિલ, એસ.ડી. મેરિયા, જશોદાબેન પટેલ સહિતનાઓ જોડાયા હતા.