મુન્દ્રાની લેબર કોલોનીમાંથી ર૦૦ ગ્રામ ગાંજો મળી આવતા 1ની અટક

મુન્દ્રા અહીં આવેલ વીલમાર કંપનીની સામેની મીઠાણી લેબર કોલોનીની 1 ઓરડીમાં પોલીસે છાપો મારી ર૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે 1 ઇસમને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય 2 ઇસમો ભાગી  ગયા હતા.
મળતી માહિતી અનુસાર મુંદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના પગલે મીઠાણી લેબર કોલોનીમાં પોલીસે છાપો માર્યો હતો. ઇસમ્ના કબ્જામાંથી પોલીસે રૂા.૧ર૦૦ની કિંમતનો ર૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય ઈસમ અબ્દુલ કદીરશા મામદશા સૈયદ (રહે. સાડાઉ તા.મુન્દ્રા) તેમજ મહેબુબ ઉર્ફે નેપાળી (રહે. મુંદરા) નામના ઇસમો ભાગી ગયા હતા. ઘટનાને કારણે  મુન્દ્રા પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમ ૮(સી), ર૦(એ) તેમજ ર૯ અનુસાર ફરિયાદ નોંધી હતી.
બનાવને પગલે મુન્દ્રાના પીએસઆઈ બી.જે. ભટ્ટ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે. બનાવને પગલે પીએસઆઈ બી.જે. ભટ્ટે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી પોલીસની રેઈડમાં નાશી જતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા છે. મુખ્ય સુત્રધાર પાસેથી આ ગાંજાનો જથ્થો કયાંથી આવ્યો અને કઈ રીતે કોને વેંચાણ કરવામાં આવતું હતું તે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.