સ્ટીયરિંગ જામ થવાથી નલિયા-ગાંધીધામ એસ.ટી.બસ પલટી.

બપોરે સ્ટીયરિંગ ફેઇલ થતાં નલિયા-ગાંધીધામ એસ.ટી. બસ તેરા નજીક પલટી ગઇ હતી. જો કે પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. એસ.ટી. વર્તુળોમાંથી પ્રાપ્ત જાણકારી મુજબ બપોરે નલિયાથી ગાંધીધામ જવા નીકળેલી એસ.ટી. બસનું સ્ટીયરિંગ જામ થઇ જવાથી આ ઘટના બની હતી. આ સાથે જવાબદાર ડેપો મેનેજર હાજર ન હોવાથી કલાકો બાદ એટીઆઇ આવ્યા હતા અને તમામ જવાબદારી ડ્રાઇવર પર ઢોળવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ ઊઠયો હતો. સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ નલિયા ડેપો મેનેજર અઠવાડિયામાં એકાદ વખત માંડ હાજર રહેતા હોવાની પણ અનેક વખત ફરિયાદો સામે આવી છે.

ખાસ સૂત્રો મારફતે.