અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કાતર ગામે શિકારની શોધમાં સતત બીજા દિવસે 2 સિંહ દેખાયા ઘટના થઈ CCTVમાં કેદ


મોડી રાતે સિંહ ગામમાં ચડી આવતા ભયનો માહોલ સર્જાયો. શિકારની શોધમાં બે સિંહો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં ચડી આવ્યાં હતા. જે ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. કાતર ગામમાં સતત બીજા દિવસે સિંહોની દહેશત જોવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે.રાજુલા તાલુકાના કાતર ગામમાં શિકારની શોધમાં નિકળેલા 2 સિંહ CCTVમાં કેદ થઈ ગયા હતાં. સતત બીજા દિવસે કાતર ગામમાં 2 સિંહે લટાર મારી હતી. જો કે અવારનવાર ગામમાં શિકારની શોધમાં આવી ચડતા સ્થાનિકોએ હાકલ પાડી અને લાઈટો કરી સિંહોને ગામની બહાર કાઢવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે સિંહોને જંગલમાં પૂરતો ખોરાક ન મળતો હોવાથી ખોરાકની શોધમાં જંગલના બોર્ડર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવતા હોય છે. ત્યારે ગત રાતે રાજુલાના કાતર ગામમાં 2 સિંહ આવી ચડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.
-ખાસ શુત્રોના માધ્યમ થી