અબડાસા તાલુકાના લઠેડી ગામમાં એક મહિલાનું દાઝી જતાં મોત નીપજયું

અબડાસા તાલુકાના લઠેડી ગામમાં  પરિણિતા દાઝી જતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું . હતભાગીના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. મળતી વિગતો મુજબ ૨૫ વર્ષીય જાડેજા શીતલબા ખેંગારજી ગત તા. ૭ ફેબ્રુઆરીના ઘરે ચા બનાવતી વખતે સાડીનો છેડો પ્રાયમસમાં અડતા આગનો ભડકો થતાં પહેરેલ કપડામાં લાગતા તેની ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ કરાતા આજે બપોરે તેનું મોત થયું. હતભાગીનો લગ્નગાળો છ વર્ષ નો છે

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *