વણશોધાયેલ મંદિર ચોરીનો ગુનો શોધી કાઢતી મુંદરા પોલીસ

મુંદરા પોલીસ સ્ટાફના પો.સબ ઈન્સ.શ્રી બી.જે.ભટ્ટ નાઓ પોલીસ કર્મચારીઓ સાથે વણ શોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે મુંદરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પોલીસ હેડ કોન્ટેબલ શક્તિસિંહ વાય ગોહિલ તથા અશોકભાઈ એલ કનાદ તથા મુકેશભાઈ આર. ભાકા નાઓને
સંયુક્ત બાતમી હકિકત મળેલ કે બે ઇસમો ચોરીનો મુદામાલ લઈને નદીવાળા નાકા તરફ આવે છે જેમાથી એકે બ્લેક કલરનો શર્ટ તથા બીજા ઇસમે બ્લેક-વાઇટ ક્લરનું ટી શર્ટ પહેરલ છે જે હકિકત આધારે વોચમાં રહેતા બાતમી વાળા બે ઈસમો નદીવાળા નાકા પાસે આવતા તેઓને કોર્ડન કરી પકડી પાડી તેઓની ઝડતી તપાસ કરતા તેમની પાસે રહેલ પ્લાસ્ટીકના કોથળામાં મંદિરમાં વપરાતી ચીજ વસ્તુઓ મળેલ જે બાબતે પુછપરછ તપાસ કરાવતા મુંદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુરનં ૧૩૫૪/૨૦૨૦ ઈ. પી. કોકલમ ૩૮૦.૪૫૭ મુજબનો ગુનો દાખલ થયેલ હોય તે ગુના કામે માંડવી ચોકમાં આવેલ મનાઈ માતાજીના મંદિર ચોરીમાં ગયેલ સોના તથા તાંબાની વસ્તુઓ હોવાનું જણાઈ આવેલ જેથી મજકુર બન્ને ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. છે પકડાયેલ આરોપીઓ :(૧) અકબર ઉર્ફે રાધે રમજુ સમેજા ઉ.વ.૨૮ રહે.સુખપરવાસ મુંદરા (૨) હુશેન ઉર્ફે ડાડા સાલેમામદ જુણેજા ઉ.વ.૨૩ રહે. સુખપરવાસ મુંદરા
મુદામાલ:(૧) સોનાની પટ્ટી કિ.રૂ.૧૫૦૦૦/(૨) મંદિરનુ મેન ઘંટ કિ.રૂ.૫૦૦૦/(૩) ચાંદિના છતર નંગ ૨ કિ.રૂ.૪૦૦૦/(૪) હવન કરવાના ત્રાંબાની નાની-મોટી કટોરી નંગ-૨૯ કિ.રૂ.૨૦૦૦/(૫) પિત્તળની ચમચી નંગ ૨૫ કિ.રૂ.૧૦૦૦/(૬) ત્રાંબાનો લોટો નંગ ૧ કિ.રૂ.૧૦૦/(૭) પુજા કરવાની નાની ઘટી નંગ ૧ કિ.રૂ.૨૦૦/- એમ કુલ્લે રૂપિયા ૨૭,૪૦૦/-
આ કામગીરીમાં મુદરા પો.સ્ટેના પો.ઈન્સ.શ્રી જે.એ.પઢીયાર સાહેબની સુચનાથી પો.સ.ઈ.શ્રી બી.જે.ભટ્ટ તથા પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ગોહિલ તથા અશોકભાઈ કનાદ તથા મુકેશભાઈ ભાડકા તથા પો.કોન્સ.ગકુરજી ઠાકોર તથા જયદેવસિંહ ઝાલા તથા કપીલભાઇ દેસાઇ નાઓ જોડાયેલ હતા.