પહેલા નોરતે માં ખોડલના લોકો દર્શન, ભક્તોએ લીધા આશીર્વાદ, 100 જેટલા ભક્તોને ધજા ચડાવાની છૂટ…

….જયમાં ખોડલ…

આજથી નવરાત્રિ ચાલુ થઈ ગ્યાં છે. ત્યારે આશાપુરા મંદિર તથા પાવાગઢમાં મંદિરોમાં ભક્તો માટે દર્શન બંધ છે. ત્યારે રાજકોટમાં ખોડલ ધામમાં ભક્તો માટે દર્શન કરવાની તેમજ ભક્તો એ 100 જેટલા લોકો ધજા ચડાવી શકે છે. અને સોસિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કરવા ખુલા મુકાયા છે.તથા સાંજે 6:30 વાગે લાઈવ દર્શન કરી શકાશે.

આવા કોરોનાકાળ દરમ્યાન સરકાર દ્વારા સિનેમાહૉલ, મંદિરો વગેરે બંધ રાખવામા આવ્યા છે. એના કારણે રાજકોટમાં માં ખોડલના મંદિરમાં ભક્તો માટે નિર્ણય લેવામાં આવ્યું છે કે 100 જેટલા ભાવિકો સાથે ધજા ચડાવવાની છૂટ આપવામાં આવી છે. ખોડલધામના કેમ્પસ ઇન્ચાર્જ નિલેશભાઈ માથુકિયાએ જણાવ્યું હતું કે સરકારની નવી ગાઈડલાઈન મુજબ ધ્વાજારોહણ કાર્યક્રમમાં હવે 100 ભાવિકો ઉપસ્થિત રહી શકશે. તેમજ મંદિરનું પરિસર અને અન્નપૂર્ણાલયને પણ ભાવિકો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભાવિકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ્ક પહેરવાનું તેમજ હાથ ધોઈને જ મંદિરમાં પ્રવેશવાના સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે.

-મળતી માહિતી પ્રમાણે