કોરોનાનો ભાર…? ભુજમાં એક વ્યક્તિએ વ્યાજના લેણાના ટેનસનથી મોતને આમંત્રણ આપયુ
copy image

કોરોનના કારણે કેટલાક લોકો જીવ ટુકાવે છે તો કેટલાક લોકો જીવને સાચવી સાહસ કરીને જીવનમાં આગળ વધે છે.આવા અવનવા કિસ્સા દેખાતા હોય છે.આવોજ બનાવ ભુજમાં બન્યું છે.ભુજના સેજવાળા માતાના આશાપુરા રિંગ રોડ પર રહેતા યુવાને વ્યાજના રૂપિયાના ટેન્શનમાં ઝેરી પ્રવાહી પી લેતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં અબ્દુલ ઇબ્રાહિમભાઇ રાયમાએ એમએલસીમાં નોંધાવ્યું હતું કે, તેમના ભાઇ સોહેબ કાસમ રાયમા (ઉ.વ.44)એ વ્યાજના રૂપિયાના ટેન્સનમાં આવીને ગુરૂવારે સાંજે પોતાના ઘરે ટાઇલ્સ સાફ કરવાનું ઝેરી પ્રવાહી પીને જીવન ટુકાવવાનો પ્રયત્ન કર્યું હતું પરંતુ તેની જાણ થતાં તરત તેને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી કરવા નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
-મળતી માહિતી પ્રમાણે