ESICએ કહ્યું-જેમણે કોરોના દરમ્યાન નોકરી ગુમાવી છે તેને 50% પગારએ 3 માસ સુધી આપવામાં આવશે


કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો કેટલાક લોકોના ધંધા બંધ થઈ ગ્યાં છે. આવી પરિસ્થિતિએ લોકો જીવન ટુંકાવે છે તો કેટલાક ડિપ્રેસનનો શિકાર થઈ જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોરોનાકાળ અને લૉકડાઉન દરમિયાન 24 માર્ચથી 31 ડિસેમ્બર સુધીમાં બેરોજગાર થયેલા કામદારોને ESICએ ૩ મહિના સુધી અડધો પગાર આપશે. ૩ મહિનામાં જો બેરોજગાર થયા હોય અને ફરીથી નોકરી મળી ગઈ હોય, તો પણ તે ભથ્થું મળવાપાત્ર રહેશે.
ગુજરાતના પ્રાદેશિક નિયામક રત્નેશકુમાર ગૌતમે જણાવ્યું હતું કે, આ યોજનાની અમલ માટે રાજ્યની તમામ શાખામાં હેલ્પ-ડેસ્ક તૈયાર કરાયો છે. કર્મચારીને આ રાહતનો લાભ બેરોજગારીના 90 દિવસના બદલે 30 દિવસ પછી ચુકવણીને પાત્ર રહશે. તથા વિમાદારો ESICની કચેરીમાં સીધીરીતે દાવો કરી શકે છે અને ચૂકવણી સીધા વ્યક્તિના બેંક ખાતામાં કરવામાં આવશે. તથા સૂત્રો પ્રમાણે નોકરીનો કાર્યકાળ 2 વર્ષ સુધીનો હોવો જોઈએ.
-મળતી માહિતી અનુસાર