વિરમગામ પાલિકાના સી.ઓ. વિરુદ્ધ અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કરવા અંગે કાર્યવાહી કરવા માંગ


વિરમગામ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે ગયેલા દલિત અધિકાર મંચના આગેવાનો સાથે જાતિગત ભેદભાવના કથિત આક્ષેપ કિરીટભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર અને સંયોજક દલિત અધિકાર મંચ, ગુજરાત દ્વારા કરવામાં આવેલ અને આ બાબતને લઈને દલિત અધિકાર મંચ દ્વારા વિરમગામ નાયબ કલેકટર સહિત DYSP અને ટાઉન પોલીસને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલ છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વિરમગામ નગરપાલિકા કચેરીમાં નવા નિમણૂંક પામેલ ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા અનુ. જાતિ ના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવા 16 ઓકટોબર ના રોજ CO ઓફીસમાં કિરીટભાઈ રાઠોડ તેમજ રાજેશભાઈ મકવાણા,વિનોદભાઈ બાકરોલીયા ગયા હતા અને વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ જન સમસ્યા અંગે ચર્ચા કરી હતી તેમજ વિરમગામ નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ સવાલ અંગે ચર્ચા પણ કરાઇ હતી અને અમો શુભેચ્છા મુલાકાત લેનારની વ્યકિતગત પરિચય પણ અપાયું હતું.
અમો અનુસૂચિત જાતિના અગ્રણીઓ દ્વારા ચીફ ઓફીસરની શુભેચ્છા મુલાકાત પ્રસંગે તેમને સન્માન કરવા વિનોદભાઈ બાકરોલીયા દ્વારા ફુલહાર પહેરાવાયો હતો ત્યારે અચાનક ચીફ ઓફીસર દૂર ભાગી ગયા હતા અમોએ ચીફ ઓફીસરને કહ્યું કે કુલહાર પહેરાવતા ફોટો પાડવા દો પરંતુ તે અમો અનુ. જાતિના હોવાનું સારી રીતે જાણી ગયેલા હોવાથી છેટા ઉભા રહેવાનું કહ્યું હતું. કિરીટ રાઠોડ, રાજેશભાઈ મકવાણા અનુસૂચિત જાતિના હોવાથી ચીફ ઓફિસર દ્વારા અણછાજતું અને અનુસૂચિત જાતિ પ્રત્યે તેઓ અણગમો ધરાવતા હોય તેવી પ્રક્રિયા કરી હોવાનું આવેદનમાં જણાવ્યું હતું. શહેરના અન્ય અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લીધી ત્યારે સોશિયલડીસ્ટન્સ જળવાયુ ન હતું અને ફોટો પણ પડાવ્યા હતા જે વાતને લઈને દલિત અધિકાર મંચના અગ્રણીઓ અને CO. વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હોવાનું પ્રકાશ આવી રહ્યું છે.
-મળતી માહિતી અનુસાર