મિરજાપરની યુવતીને લગ્ન કરવા ધમકી આપનાર ભુજના શખ્સ સામે ફરિયાદ, એટ્રોસીટીનો કેસ

ભુજ નજીકના મિરજાપર ગામે રહેતી યુવતી સાથે સોશિયલ મિડીયા પર મિત્રતા કરી પોતે પરણિત હોવા છતાં લગ્ન કરવા દબાણ કરીને ધાક-ધમકી કરતા ભુજના યુવક સામે ભુજ B-ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવાઇ છે.પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના મિરજાપર ખાતે રહેતી 18 વર્ષિય યુવતીએ ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા આરોપી સાહિલ અસ્લમ માંજોઠી ઉર્ફે સેમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી યુવતીની આરોપી સાથે અગાઉ ઇન્સ્ટાગ્રામ દ્વારા ફ્રેંડશિપ થઈ હતી.
ત્યારબાદ આરોપીના લગ્ન તેની સમાજની છોકરી સાથે થયેલ હોવા છતાં આરોપીએ ફરિયાદી યુવતીને લગ્ન કરવા દબાણ કરી પીછો કરવાનું અવાર-નવાર પરેશાન કરતો હોવાનું બહાર આવ્યું હતું. તથા તેને ધમકી આપી હતી કે જો તે લગ્ન નહીં કરે તો તેના પરિવારને જાનથી મારી નાખશે. ગત 14 ઓકટોબરના સાંજે સાત વાગ્યાના અરસામાં કેમ્પ એરિયામાં રોનક પાન સેન્ટર પાસે આરોપીએ ફરિયાદી યુવતીને ધાકધમકી સાથે જાતિ અપમાનિત કરાતા આરોપી વિરૂધ ભુજ B-ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ સહિતની કમલો હેઠણ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ એસીએસટી સેલ ભુજના ડીવાયએસપીએ હાથ ધરી છે.
-મળતી માહિતી પ્રમાણે