આનંદનગર પુત્રીના છેડતી અંગે ખુલાસો, વોક પર નિકરેલ યુવતી સાથે મીસબિહેવ….

આજકાલ રાજ્યભરમાં ધોળા દિવસે પણ મહિલાઓ સુરક્ષિત અનુભવતી નથી. દિવસેસાબિત ને દિવસે વધતાં કેસોની સંખ્યા જોઈને હવે ક્યાય પણ નિકરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. તેવું જ હાલમાં અમદાવાદમાં સરેઆમ રોમિયો કે ડિલેવરી બોય યુવતીઓને છેડતી કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અમદાવાદમાં આનંદનગરના બંધન પાર્ટી પ્લોટ પાસે રવિવારે સાંજે બિલ્ડરની 22 વર્ષીય આર્કિટેક્ટ પુત્રીને ઇવનિંગ વોક કરવા નિકળી હતી ત્યારે તેને થાપા પર હાથ મારનાર વ્યક્તિની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી સ્વીગી ઝુમેટનો ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તેને રસ્તામાં છોકરી જોઇ ઇચ્છા થઇ જતાં તેણે થાપા હાથ માર્યો હોવાની કબુલાત કરેલ છે. આ આનંદનગર પોલીસે છેલ્લા બે દિવસથી સીસીટીવી ફુટેજના અભ્યાસ બાદ શરીરના બાંધા પરથી પકડી પાડયો હતો.આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે તેને હજી કેટલી યુવતીઓ સાથે દૂરવ્યવહાર કરેલ છે
આનંદનગર પીઆઇ એસ.જે બલોચે જણાવ્યુ હતુ કે, ફરિયાદ બાદ સમગ્ર રુટના અનેક સીસીટીવી ફુટેજ એકઠા કર્યા હતા અનેક શંકાસ્પદ યુવકોની પુછપરછ કરાઇ હતી.શરીરના બાંધા પરથી સેટેલાઇટ ગોકુલ આવાસમાં રહેતા આશિષ દશરથ ઠાકોર(ઉ.૨૦)ની કડકાઇથી પુરપરછ કરાઇ હતી. તેમાં તે ભાંગી પડયો અને છોકરી જોઇ ઇચ્છા થઇ જતાં થાપા પર હાથ માર્યાની કબૂલાત કરી હતી. આરોપી આશિષ સ્વિગી-ઝુમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે.
-મળતી માહિતી અનુસાર