મુંદરામાં બીજી વખત પકડાયો ગાંજો, ચાર વ્યક્તિની ધરપકડ

ટૂંકસમયમાં જ બીજી વખત ગાંજો પકડાયો . મુન્દ્રા તાલુકાના પ્રાગપર ધોરીમાર્ગ પર મંગળવારે રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ટીમે સપાટો બોલાવતા રૂ20,000ની કિંમતના બે કિલો ગાંજા સાથે બે ઈસમોને દબોચી લેવાયા હતા.અને તેમની પાસેથી ગાંજાની હેરફેરમાં વપરાયેલી આઠ લાખની ટ્રક રૂ. 2,91,500ની 530 નંગ ઘઉંની બોરી અને 5 હજારના મોબાઈલ તથા 2 હજાર રોકડા રૂપિયા સહિત રૂ.11,18,700નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસના સૂત્રો અનુસાર મંગળવારે રાત્રે અબડાસા વિધાનસભાની ચૂંટણીને લઇ પેટ્રોલીંગ દરમ્યાન એસઓજીની ટીમે અંગત રૂએ મળેલી માહિતીના આધારે પ્રાગપર નઝર ગોઠવી હતી.
પોલીસને મળેલી માહિતી અનુસાર તેની ખરાઈ કર્યા બાદ ગાંધીધામથી માંડવી તરફ જતી ટ્રક નં.. GJ-12BT 9124ને ટોડા સ્થિત અર્નયાથધામ નજીક અટકાવી તેની જડતી લેતા તેના ચાલક જુસબ ફકીરમામદ હાલેપોત્રા (ઉ.વ.55 રહે માંડવી)અને તેની સાથે રહેલા એક સગીરના કબ્જામાંથી 20 હજારની કિંમતનો બે કિલો ગાંજો મળી આવતા બન્નેની અટકાયત કર્યા બાદ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા ગાંજાની હેરફેર કરનાર અલ્તાફ ઉર્ફે અસૂડો પઠાણ (રહે સેજવાલા માતમ-ભુજ)નામના યુવાને ગાંજો અનીલ (રહે ધાનુપલી,કટક રોડ-ઓરીસ્સા)નામની વ્યક્તિ પાસેથી ખરીદયો હતો. અને તે સગીરના માધ્યમથી નિયત જગ્યાએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલતા એસઓજીએ ચારે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટીક્સ એક્ટની હેઠણ ગુનો નોંધી અસૂડા અને અનીલને ઝડપી લીધા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં એસઓજીના ઇન્ચાર્જ PI એસજે રાણાના માર્ગદર્શન હેઠળ PSI આરસી ગોહિલ, કોન્સ્ટેબલ વાછીયાભાઇ ગઢવી,ગોપાલ ગઢવી,નરેન્દ્રસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,રજાક સોતા ,ઘનશ્યામસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
પ્રાગપરથી વવાર વચ્ચે ધોરીમાર્ગ પર આવેલા કેટલાક ઢાબાઓ પર થતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ અવાર નવાર પ્રકાશમાં આવતી રહે છે.એક માસ અગાઉ આજ રોડ પર આવેલા અરણ્યાથધામના પૂજારી પાસેથી ગાંજો ઝડપાયો હતો.હવે એજ જગ્યાએ ધોરીમાર્ગ પર ટ્રક ચાલક પાસેથી હાથ લાગેલ ગાંજાની ઘટનાએ અનેક તર્ક વિતર્ક સર્જ્યા છે ત્યારે સૂચિત માર્ગ કેફી દ્રવ્યોની હેરાફેરી માટે સોફ્ટ ટાર્ગેટ બન્યો હોવાનું સપાટીએ તરી આવ્યું છે.
-સૂત્રો અનુશાર