નરેશ કનોડિયા પોઝિટિવ આવ્યા બાદ દયનીય સ્થિતિ

હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તેમજ ગુજરાતમાં પણ રોજના સરેરાશ 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે. જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા છે. તેમજ નરેશ કનોડિયાની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, દેશ અને ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.
-માહિતી અનુસાર