કેનરા બેંકના ATMમાં 5 વખત છેડછાડ થતા રાવ, ચોરી થવાની કોશિશની શંકા

સેક્ટર-16 ખાતે કેનરા બેંકની બાજુમાં આવેલા ATMમાં છેડછાડ કરીને ચોરીનો પ્રયાસ થવાની ફરિયાદ કરાઇ છે. આ અંગે બેંકના મેનેજર અરવિંદકુમાર બ્રહ્મદેવ પ્રસાદે સે-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મુજબ 2 ઓક્ટોબરના રોજ સવારે સવા દસ વાગ્યે એક શખ્સ, બાર વાગ્યાના આસપાસ બે શખ્સો આવ્યા હતા. જે બાદ 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે એક શખ્સ આવ-જા કરતો દેખાયો હતો. ત્યાર બાદ આ શખ્સ બીજા શખ્સને લઈને સાંજે 5;30 વાગ્યે આવ્યો હતો. જેઓએ મશીન સાથે છેડછાડ કરી પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. સાંજે 6:15 વાગ્યે બીજો એક શખ્સ ATMમાથી છેડછાડ કરતો નજરે પડે છે. 5 ઓક્ટોબરના રાત્રી 7:30 વાગ્યે એક શખ્સે એટીએમ તોડવાનો પ્રયત્ન કર્યા બાદ રાત્રે 9:30 વાગ્યે બીજા શખ્સે મશીનમાં છેડછાડ કરી હતી. બીજા દિવસે સવારે આ જ શખ્સે ફરી છેડછાડ કરી હતી. તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
-માહિતી અનુસાર