કચ્છમાં વધતી જતી અસામાજિક પ્રવૃતિઓ થી કચ્છી જનોમાં ઉચાટ સાથે સરકાર, વહીવટી તંત્ર સામે નારાજગી .
હમણાં જ ભુજ -ની બી ડિવિઝનને માહિતી મળી કે ,બન્ની -પરછમ વિસ્તારમાં અતિ મહત્વની ગણાતી ચેકપોસ્ટ મધ્યે વાહન તપાસ દરમ્યાન સ્કૂટરમાં માંસનો જથ્થો મળી આવ્યો હોવાનો રિપોર્ટ મળયા પોલીસે ગેરકાયદેસર માસનો જથ્થો, સ્કૂટર સહિત ભુજ-બી ડિવિઝને આગળની તપાસ હાથ ધરી છે. સ્કૂટરમાં આ માસ ક્યાથી લાવી ક્યાં જઇ રહ્યું હતું તે આરોપી પકડાયા બાદ તપાસમાં ખુલશે . તેમજ અગાઉ કેટલા સમયથી આ ગેરકાયદેસર માસ વેચાણનો ધંધો ચાલી રહ્યો હતો .આમ જોવા જઇયે તો વારે -તહેવારે સરહદી ગણાતો આ કચ્છ જિલ્લામાં સિરકિક સિમાએથી ગેરકાયદેસર પાકિસ્તાની નાગરિક પકડાયો કે ભુજ બનાસકાંઠા બોર્ડર વિસ્તારમાં પ્રતિબંધિત પુરાયા મોબાઈલના સિગ્નલ પકડાયા કારણ કે પુરાયા મોબાઈલનો વપરાશ ભારતમાં પ્રતિબંધ છે. તેમજ કચ્છ વિસ્તારમાથી આ ફોનથી પાકિસ્તાન સહિત અન્ય વિસ્તારોમાં વાતચીત થઈ હોય તેવા અહેવાલ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. આ ઉપરાંત વિદેશી દાણચોરી જેવી કે સિગારેટ ,કપડાં ,અન્ય મોંઘા પરફ્યુમ , ગેરકાયદેસર સોનું સહિતના બનાવ પણ બની ચૂક્યો છે. તેમજ સરહદી કચ્છ અખબારો, ચેનલોમાં થી દેશ-વિદેશમાં દિવસો સુધી ચમકી ચૂક્યું છું. આમ જોવા જઇએ તો ગાંધીધામ મગફળી કાંડ ,કે ભુજ બિનઅધિકૃત ગણાતા રેશનકાર્ડ, ગેરકાયદેસર ખનીજચોરી, વીજચોરી ,વાયુદળ- મિલિટીરીના નામે ગેરકાયદેસર દારૂની હેરફેર હોય ,કે પછી અન્ય અસમાજિક પ્રવુતિઓથી કચ્છના બુધ્ધિવર્ગ, ભદ્રસમાજ વર્ગ શિક્ષિતવર્ગમાં ઉચાટ સાથે ચિતા અનુભવી રહ્યા છે. ખરેખર તો જિલ્લા પ્રશાસને વહીવટી તંત્રે તબાડતોડ આવા બનાવોના જડમૂળમાં જઇ. તેને નેસ્ત નાબૂદ કરી આવી પ્રવૃતિઓનો અંત લાવવો જરૂરી છે તેમજ સર્જિકલ સ્ટ્રાઈક કરવી જ પડે. તેવી વાતો લોકમુખેથી ચર્ચાઇ રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.