કચ્છમાં વધુ 18 પોઝિટિવ, શહેરોમાં 10, અને ગામડાઓમાં 8 કેસની નોંધણી

વધતાં જતાં કેસોના આધારે હાલમાં કોરોના ટેસ્ટિંગ તેનાથી લોકોને હોસ્પિટલ જવું ના પડે તે માટે કેમ્પિયન યોજવામાં આવ્યા છે હાલમાં કચ્છમાં શુક્રવારે કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ ઉમેરાયા છે, જેમાં શહેરમાં 10 અને ગામડાઓમાં 8 કેસ છે. શહેરોના 10માંથી અંજારના 4, ભચાઉનો 1, ભુજના 3, ગાંધીધામના 2 દર્દીની નોંધણી થયેલ છે. જ્યારે ગામડાઓમાં તાલુકા મુજબ અંજાર, નખત્રાણાના 2, ભુજના 3, મુન્દ્રાનો 1 દર્દીની નોંધણી થયેલ છે. અહેવાલ પ્રમાણે હાલમાં 22 દર્દી સાજા થઈ ગયા છે, જેથી સારવાર હેઠળ ઘટીને 272 દર્દી થઈ ગયા છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 2647 પોઝિટિવ કેસમાંથી કુલ 2255 દર્દી સાજા પણ થઈ ગયા છે. અને બાકી રહેતા 392માંથી 272 હજુ સારવાર હેઠળ છે. 70ના મોતની નોંધણી કરવામાં આવી છે. અને 50 દર્દીઓની સ્થિતિ છુપાઈ છે, જેથી કુલ 120ના મોતને પરોક્ષ સમર્થન મળતા હોય છે. હાલમાં આ આંકડાઓની જાહેરાત સરકાર દ્વ્રારા કરવામાં આવી છે પરંતુ જો તેમાં લેબોરેટરી અને હોસ્પિટલના આંકડા ઉમેરવામાં આવે તો આંકડાઓની સંખ્યામાં વધારો જોવા મળશે.

-માહિતી અનુસાર