રહેણાંકના મકાનમાં 84 હજારની ચોરી

ખાલી પડેલા મકાન , કારખાનાઓમાં થતાં ચોરીના કેસો ઘણા વધતાં જાય છે. ધોળા દિવસોમાં પણ લોકો તેનો ગેઉપયોગ કરવા લાગ્યા છે . ચોર માટે ખાલી પડેલા મકાનએ ચોરીના અડ્ડા બની ગયા છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે રહેણાંક મકાનમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે. કાકોશી પોલીસે ચોર ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાઘરોલના અકબરઅલી ગુલામહૈદર પલસાણીયા પરીવાર સાથે રહી ખેતી કામ કરે છે . ત્યારે તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી બુધવારે રાત્રે ઓસરીની જાળીનો દરવાજો તોડી અંદર પ્રવેશી મકાનમાં રહેલા મોબાઇલ કિ.રૂ. 500, મોબાઇલ કિ. રૂ. 5000, AC કિ. રૂ. 15000, હોમથીયેટર કિ.રૂ. 1500, કુલર જેની કિ.રૂ.15000 અને તીજોરીના ડ્રોઅરમાં મુકેલા રૂ. 47000ની મળી કુલ રૂ. 84000ની ચોરી થઇ હોવાની કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસની તપાસ PSI એન.ડી પરમાર ચલાવી રહ્યા છે.
-મળતા સૂત્રો અનુસાર