વિદેશી દારૂના 264 ટેટ્રા પેક સાથે એક શખ્સ ઝડપાયો

daru

copy image

હાલમાં મળતી બાતમી મુજબ તથા પેટ્રોલલિંગ દરમ્યાન ચેકિંગ કરતાં અનેક ગુનાહિત કાવતરાઓ સામે આવે છે ત્યારે હાલમાં વાવોલથી વિદેશી દારૂના 264 ટેટ્રા પેક સાથે એક શખ્સ ઝડપાયો છે.સે-7 પીઆઈ જે. એચ. સિંધવના માર્ગદર્શનમાં ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે દારૂની હેરાફેરી અંગે મળેલી ખાનગી માહિતીના આધારે પોલીસે કાર ઝડપી ડીકી ચેક કરતાં 6 બોક્સમાં પડેલાં 180 મીલીના 264 ટેટ્રા પેક મળ્યા હતા. કાર ચાલક પેથાપુરની રિવર હાઈટ્સ સોસાયટી રહેતો અરવિંદસિંહ ચૌહાણ હોવાનું સામે આવતા પોલીસે તેની પાસેથી 18,480નો દારૂ, 4 લાખની કાર અને ફોન મળીને 4,20,480નો મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરી હતી .

-માહિતી અનુસાર