મોટી તુંબડી ગામના 23 વર્ષીય જાડેજા હિમ્મતસિંહ કેશુભાઇ દેશની સેવામાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા

ભારતીય ઇંડિયન આર્મી જ દેશની સેવા અને રક્ષા માટે સરહદી પર તૈયાર હોય છે. અને માતૃભૂમિની રક્ષા કરે છે. જેની આખા દેશને ગર્વ છે. તેવા જ એક મુંદરા તાલુકાનાં મોટી તુંબડી ગામના માત્ર 23 વર્ષીય ઉંમરે ફોજમા જોડાવા જઈ રહ્યા છે. ભાઈશ્રી જાડેજા હિમ્મતસિંહ કેશુભા જે ફોજમા માતૃભૂમિની રક્ષા માટે જોડાતા મોટી તુંબડી તેમજ આજબાજુ ગામના લોકોએ શુભેચ્છા પાઠવી હતી અને માં ભગવતી મોમાય આપને સેનામાં કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવવાની શકત્તિ આપે તેવી માં ભગવતીને પ્રાથના સાથે વિદાય આપી હતી

જેમાં મોટી તુંબડી ગામના તેમના માતા-પિતા તેમજા ગામના આગેવાનો જેમાં મહેન્દ્રસિંહ બાબુભા જાડેજા, કનકસિંહ બાબુભા જાડેજા, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ જાડેજા, વનરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, હિમ્મતસિંહ બહાદૂરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, મયૂરસિંહ કનકસિંહ જાડેજા, હકૂમતસિંહ અજીતસિંહ જાડેજા, કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા તેમજ રામાણીયા ગામના રિટાયર આર્મી મેન અને હાલ ગામના સરપંચ બાલુભા ચતુરસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા.

રિપોર્ટર રવીલાલ કેરા