સામખિયાળીમાં ઘરમાં ઘૂસીને ચોરી કરવા ગયેલ વ્યક્તિને પોલીસ હવાલે

ભચાઉ તાલુકાનાં સામખિયાળીમાં રહેતા એક મકાનમાં ચોરી કરવા ગયેલ શખ્સને પકડી પાડીને પોલીસ હવાલે કરાયો હતો. સૂત્રો અનુસાર નિવૃત થયેલા અને એકલું જીવન જીવતા વૃદ્ધ મેપાભાઈ હિરજી પ્રજાપતિના બે દીકરા સુરતથી અહી આવ્યા હતા પણ બીજી રાતે તેમના દીકરા પરત જવાના હોય રાત જાગતા હતા. તે દરમ્યાન ઘરની પાછળ સાઈડ અવાજ આવતા વૃદ્ધ જોવા ગયા હતા પરંતુ કઈ ન મળતા તએ પાછા ફર્યા ત્યારે ટીવીની બાજુ કોઈ સંતાયેલું જાણ થતાં તેમણે રાડારાડ કરી હતી ત્યારે બધા ભેગા થઈ જતાં સામખિયાલીના જ મુકેશ બાબુ લુહાર નામના વ્યક્તિને પકડી પાડ્યું હતું. ચોરી કરવા ગયેલ આ વ્યક્તિની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-સૂત્રો અનુસાર