સોમનાથ મંદિર ખાતે ક્રાતિક પૂર્ણિમાનો મેળો કોરોનાના કારણે હાલ મોકૂફ

સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે વિક્રમ સંવતના પ્રારંભે કારતક માસમાં આયોજન થતો ગુજરાતનો ભવ્ય સોમનાથ કાર્તિક પૂર્ણિમાનો મેળો આ વખતે કોરોના વાઇરસની મહામારીને કારણે હાલ મુલતવી રાખવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગત વર્ષે વાવાઝોડાના ખતરાને કારણે મેળો બંધ રખાયા પછી ખતરો ટળી જતાં ૮ નવેમ્બરને બદલે ૧૧થી ૧૫ નવેમ્બરે મેળો યોજાયો હતો. એ અગાઉ ભારત-ચીન યુદ્ધ વખતે પણ મેળો બંધ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૫૫થી શરૂ થયેલી આ પરંપરાના પ્રારંભે એક દિવસનો મેળો યોજાતો અને ત્યાર પછી ૩ અને છેલ્લા કેટલાક વરસોથી પાંચ દિવસીય મેળાનો આયોજન કરવામાં આવે છે.
-સૂત્રો અનુસાર