શેમળામાં વૃદ્ધ તળાવમાં પડ્યા, માથેથી ગાડર ચાલ્યા

ગોંડલ તાલુકાનાં શેમળા ગામે અજીબો-ગરીબ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી વૃધ્ધનું મોત નીપજ્યું હતું. તળાવમાં વૃધ્ધ ખાબક્યા હોવાની જાણ થતાં જ આસપાસના ગામ લોકો દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તેમનો મૃતદેહ જ બહાર આવ્યો હતો. સૂત્રો અનુસાર સવારે આઠનાં સુમારે શેમળા નજીકનાં સાથીયા તળાવમાં ઝીણાભાઈ પોતાનાં ગાડર (ઘેટાં)ને નવરાવતાં હતાં. દરમ્યાન ગાડરનો ધક્કો લાગતાં ઝીણાભાઈ તળાવમાં ઉંધા માથે પટકાયા હતાં અને ગાડર તેમનાં શરીર પરથી પસાર થતાં પાણી પી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ ગામ લોકોને થતાં દોડી જઇ મૃતદેહ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

-માહિતી અનુસાર