‘મોલમાં જાઉં છું’ કહીને પરત ના આવતા 13 વર્ષની છોકરીની ગુમ થવાની ફરિયાદ

શહેરમાં તરુણવયની છોકરીઓને એમખેમ પ્રકારે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી જવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક 13 વર્ષની તરુણીને યુવાન ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. તરુણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં તેમની 13 વર્ષની પુત્રી સોમવારે બપોરે 3 વાગ્યે ઘર પાસે આવેલા મોલમાં ખરીદી કરવા જવાનું કહી નીકળી હતી. મોડી સાંજ સુધી પુત્રી ઘરે નહીં આવતા આસપાસ તેમજ સબંધીઓને તપાસ કરતાં ખબર મળી ન હતી. જેથી પોલીસમાં જાણ કરતા ભક્તિનગર પોલીસમથકના પીઆઇ ઝાલા સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. તપાસમાં મોલના સીસીટીવી કેમેરા તપાસતા તરુણીને તેના ઘર નજીક જ રહેતો ચિરાગ ઘનશ્યામભાઇ વણોલ બાઇકમાં લઇ જતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે. તપાસમાં તરુણી અને ચિરાગ વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. બંનેની તપાસ મેળવવા પોલીસે હાથ ધાર્યું છે.
-સૂત્રો અનુસાર