મોચીરાઈ ખાતે કચ્છની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા ખુલ્લી મૂકાઈ


કચ્છની અત્યાર સુધીની સૌથી મોટી નર્સરી વનવિભાગ દ્વારા પચાસ પ્રકારના પાંચ લાખ રોપાની કેપેસિટી સાથે શનિવારે મોચીરાઈ ખાતે ખુલ્લી મુકવામાં આવી છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં સિંગલ પોઇન્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અમલી બનાવશે. જુલાઈ ૨૦૨૧થી અહીં રોપાઓનું વિતરણ શરૂ પણ કરી દેવાશે એવું સામાજિક વનીકરણ વિભાગના ડીસીએફ સાદિક મુંજાવરે જણાવ્યું હતું. આ વેળાએ સીસીએફ અનિતા કર્ણ, ડીસીએફ ડો.તુષાર પટેલ, એસીએફ બી.એમ પટેલ, એમ.યુ જાડેજા અને આરએફઓ રાહુલ દેસાઈ સહિત જોડાયા હતા.
-માહિતી અનુસાર