ટાયર ફાટતા અંજાર હાઇવે પર ટ્રેઇલર પલટાતા ડ્રાઈવરનું મૃત્યું

અંજાર-મુન્દ્રા હાઇવે પરની ખાનગી કંપની પાસે ટાયર ફાટતા ટ્રેઇલર પલટાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સૂત્રો અનુસાર સાંજે 6 વાગ્યાના અરસામાં અંજારથી મુન્દ્રા જતા રોડ પર આવેલી જીનસ કંપની સામેથી એક ટ્રેઇલર પસાર થઈ રહ્યું હતું. જેનું અચાનક ટાયર ફાટતા ટ્રેઇલર પલટી મારી ગયું હતું. જેના કારણે ટ્રેઇલરનો ચાલક કેબિનમાં દબાઈ જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ બનાવ અંતર્ગત કેબિનમાં ફસાઈ ગયેલા દ્રાઈવરના મૃતદેહને કાઢવા ફાયર ફાઈટર અને ક્રેનની મદદ માંગવામાં આવી હતી. તો બીજી તરફ મોડી રાત સુધી પણ આ બાબતે પોલીસ મથકે વિગતવાર નોંધ થઈ ન હતી.

-માહિતી અનુસાર